હળવદ : ખનીજચોરો પર તબાહી, પાંચ ડમ્પર-૨ લોડર સહીત ૮૭ લાખનો મુદામાલ જપ્ત

મિયાણી નદીના પટમાંથી ખનીજ ચોરીનો કર્યો પર્દાફાશ

 

હળવદ પંથકમાં બેફામ ખનીજચોરી કરવામાં આવતી હોય અનેક ફરિયાદો વચ્ચે આજે ખનીજ વિભાગની ટીમને ઊંઘતી રાખીને હળવદ પોલીસે મિયાણી નદી નજીકથી ખનીજચોરી કરતા પાંચ ડમ્પર અને બે લોડર સહિતના સાત વાહનો જપ્ત કરીને ૮૭ લાખનો મુદામાલ જપ્ત કરીને સાત શખ્શોની અટકાયત કરવામાં આવી છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ હળવદ પીઆઈ એમ આર સોલંકીની આગેવાની હેઠળની ટીમે મિયાણી ગામની સીમમાં રોયલ્ટી વિના ખનીજ ચોરી કરવામાં આવતી હોય તેવી બાતમીને આધારે દરોડો કર્યો હતો અને મિયાણી નદી નજીકથી ખનીજ ચોરી કરતા પાંચ ટ્રક ડમ્પર કીમત રૂ ૭૫ લાખ અને બે ટ્રેક્ટર લોડર કીમત ૧૨ લાખ મળીને કુલ ૮૭ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

તો દરોડા દરમિયાન હળવદ પોલીસની ટીમે આરોપી કરમશી સમરત વઢરકિયા રહે. કડીયાણા તા. હળવદ, સાલમસિંગ કેરમસિંગ બગેલ રહે. રફાળેશ્વર મોરબી, ભરત કાનજી ચાવડા રહે. ઉમિયાનગર મોરબી, વિનોદ ચંદુ દેગામાં રહે. સુલતાનપુર તા. માળિયા, પ્રવીણ પાંચા પીપરીયા રહે. માણાબા તા. માળિયા, ગણેશ કરશન થરેસા રહે. કીડી તા. હળવદ અને નેરૂ ગવરીયા મેડા જહાલ મીયાણી તા હળવદ એમ સાતને ઝડપી લેવામાં આવ્યા છે

હળવદ પંથકમાં બેફામ ખનીજચોરીની વ્યાપક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ખાણ ખનીજ ટીમને ઊંઘતી ઝડપાઈ છે અને હળવદ પોલીસે ખનીજચોરો પર તબાહી બોલાવતા ખનીજચોરી કરનાર ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે

Comments
Loading...
WhatsApp chat