


મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ જનતા સોસાયટીના રહેવાસી પ્રેમજીભાઈ વાલજીભાઈ એરવાડિયા (ઉ.વ.૭૩) વાળા ઘણા સમયથી પેટનો દુખાવો અને બીપી તથા ડાયાબીટીસ ઉપરાંત એન્જીયો પ્લાસ્ટિક કરાવેલ હોય જેના કારણે લાંબા સમયથી બીમાર હોય અને જિંદગીથી કંટાળી કોઈપણ પ્રકારની દવાનો વધારે પડતો ડોજ લઇ લેતા તેનું મોત નીપજ્યું છે પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના ઓળ ગામે મહિલાનો દવા પી આપઘાત
વાંકાનેરના ઓળ ગામની રહેવાસી શીતલબેન મનસુખભાઈ કેરવાડિયા (ઉ.વ.૩૫) નામની મહિલા કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી જતા મોત નીપજ્યું છે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે