Billboard ad 1150*250 Billboard ad 1150*250

મધરાત્રીએ મહિલાના ઘરમાં ઘુસી આબરૂ લૂંટવાનો પ્રયાસ

મોરબીના સામાકાંઠા વિસ્તારની રહેવાસી રંજન નામની મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં આરોપી નીલેશ હેમત સોલંકી અને હેમત સોલંકી રહે. બંને વણકરવાસ જેઈલ રોડ વાળા તેને ઘરમાં ઘુસી આવ્યા હતા.અને તેને ફરિયાદી મહિલાનો હાથ ઝાલી લઈને તેની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરી તેની સાથે છેડતી કરી હતી તે ઉપરાંત ઘરે રહેલા તેના સાસુ સસરા ને ધમકીઓ આપી આરોપીઓ ફરાર થયા હતા. આ બનાવ સમયે મહિલાનો પતિ ઘરે હાજર ના હોય બાદમાં આપવીતી જણાવીને મહિલાએ આ મામલે બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બી ડીવીઝન પોલીસે મહિલાની ફરિયાદને આધારે બંને આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat