Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર : મચ્છુ નદી પુલ પરથી પડતું મૂકી મકનસરના આધેડનો આપઘાત

વાંકાનેર નજીક મચ્છુ નદીના પુલ પરથી પડતું મૂકી આધેડ વયની વ્યક્તિએ આપઘાત કરી લેતા લોકોના ટોળા વળ્યાં હતા 108 ટીમે સ્થળ પર પહોંચીને મૃતદેહને હોસ્પિટલે પીએમ માટે ખસેડાયો છે તો પોલીસ દ્વારા બનાવ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે

વાંકાનેર નેશનલ હાઈવે પર મચ્છુ નદીના પુલ પરથી સાંજના સુમારે એક આધેડ કૂદીને આપઘાત કર્યો હતો મૃતક મોરબીના મકનસર ગામના રહેવાસી ધનજીભાઈ નારણભાઈ રબારી ઉંમર વર્ષ ૫૦ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ બનાવની જાણ થતા 108 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ આપઘાતના બનાવને પગલે પોલીસની ટીમે તપાસ ચલાવી છે જોકે આધેડ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય હજુ અકબંધ છે

Comments
Loading...
WhatsApp chat