માળિયા ફાટકે અજાણ્યા વાહન હડફેટે સાયકલ સવાર આધેડનું મોત

મોરબીના માળિયા ફાટક નજીક બપોરના સુમારે અકસ્માત સર્જાયો હતો જેમાં સાયકલ સવાર આધેડને અજાણ્યા વાહને ઠોકર મારતા ઘટનાસ્થળે જ મોત થયું હતું

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સોખડા ગામના વતની અને હાલ સામાકાંઠે રામકૃષ્ણનગરના રહેવાસી ખીમરાજ હમીર સોયા ગઢવી (ઉ.વ.૫૦) નામના આધેડ સાયકલ પર પોતાના ઘર તરફ જતા હોય ત્યારે માળિયા ફાટક પાસે અજાણ્યા વાહને સાયકલ સવારને ઠોકર મારતા ખીમરાજ સોયાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું

જયારે વાહનચાલક ઠોકર મારીને ભાગી ગયો હતો તો મોરબી પંથકમાં વાધું એક હીટ એન્ડ રનની ઘટનાથી લોકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. બી ડીવીઝન પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ઈમ્તિયાઝ જામ અને ઋતુરાજસિંહ ચલાવી રહય છે. તો મૃતક આધેડ અખબારી વિતરક હોવાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે

Comments
Loading...
WhatsApp chat