



વાંકાનેરના જાલી ગામે ખેતરમાં ચાલવાની ના પાડતા ત્રણ શખ્સોએ આધેડ તથા સાહેદને પાવડાથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે તોં વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરના જાલી ગામે રહેતા ઈબ્રાહીમભાઈ અમીભાઈ શેરસીયા (ઉ.૫૦)ના ખેતરમાં ઈલમુંદિન અલાઉદીન શેરસિયા ચાલતા સાહેદ અલાવદીભાઈએ ચાલવાની ના પાડતા આરોપી ઈલમીદિન અલાઉદીન શેરસીયા અને અલાઉદીન શેરસિયાએ ઉશ્કેરાઈ જઈને સાહેદ અલાવદીભાઈને ગાળો આપી આરોપી અલાઉદીનનાએ પાવડાના હાથથી માર મારી ફરી ઈબ્રાહીમભાઈએ આરોપીઓને ખેતરમાં ચાલવા બાબતે વાતચીત કરતા આરોપીઓએ તેમને ગાળો આપી આરોપી ઈલમુદિન શેરસીયા, અલાઉદીન શેરસીયા અને આરીફ અલાઉદીન શેરસીયાએ પાવડા અને લાકડાથી મારમારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઈબ્રાહીમભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



