

ટંકારાના કિશાન નગર વિસ્તાર નજીક આવેલ ગાયત્રી સ્કુલ સામે રહેતા રતનજી નાનજીભાઈ પટેલ (ઉ.૫૫)ગત સાંજના સમયે જીવાપર રોડ પર આવેલ પોતાની વાડીએ દવા છાટતી વેળાએ કુવા પાસે જતા પગ લપસી જતા કુવામાં પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.આ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.