મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓની તા. ૨૧ થી અચોક્કસ મુદતની હડતાલ

શાળાના બાળકો રહેશે ભોજનથી વંચિત

મધ્યાહ્ન ભોજન યોજનાના કર્મચારીઓને ઓછું વેતન અને કામગીરીનું ભારણ વધુ હોય જેથી રાજ્ય મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા તા. ૨૧ થી કેન્દ્ર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જેમાં વાંકાનેરના કર્મચારીઓ પણ જોડાશે

વાંકાનેર તાલુકા મધ્યાહ્ન ભોજન યોજના કર્મચારી મંડળે મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા પડતર માંગણીઓને પગલે તા. ૨૧ થી યોજનામાં કામ કરતા રસોઈયા, મદદનીશ અચોક્કસ મુદતની હડતાલ કરશે તાલુકાના રસોઈયા અને મદદનીશને ઓછું વેતન અને નવું મેનુ આવવાથી કામગીરી ભારણ ડબલ થયું છે અને માનદ વેતન પણ નિયમિત મળતું નથી જેથી કામ કરવા રાજી ના હોય આ હડતાલમાં રસોઈયા અને મદદનીશ કામથી અળગા રહેશે અને સંચાલક કાળી પટ્ટી બાંધી કેન્દ્ર પર હાજર રહી વિરોધ પ્રદર્શન કરશે

Comments
Loading...
WhatsApp chat