માળિયા નજીક ટ્રેનની ઠોકરે આધેડનું મોત



માળીયાના નાનાબરાર નજીક ટ્રેન નીચે આવી જતા આધેડની મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.
માળિયાના નાની બરાર ગામના રહેવાસી રામભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ.૪૨) આજે સવારે નાની બરાર નજીક રેલ્વેની હડફેટે આવી જતા તેનું મોત થયું છે માળિયા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે જોકે આધેડ અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી ગયા છે આપઘાત તે તપાસ બાદ જાણી શકાશે.

