Billboard ad 1150*250 Billboard ad 1150*250

MGVCL ની જુનીયર એન્જીનિયર પરીક્ષામાં અનિયમિતતા અને ગોટાળા ?

પરીક્ષા નવેસરથી લેવાની કરી માંગ

MGVCL (મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ) દ્વારા તાજેતરમાં લેવાયેલ જુનિયર એન્જિનિયરની પરીક્ષા માં થયેલ અનિયમિતતાઓ અને ગોટાળાઓને કારણે વિદ્યાર્થીઓના હિત જોખમાઈ રહ્યા છે અને ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભા થયા છે જેથી સમગ્ર પરીક્ષા નવેસરથી લેવાની માંગ કરવામાં આવી છે

MGVCL દ્વારા લેવાયેલી જુનીયર એન્જીનીયર પરીક્ષામાં ધ્યાને આવેલ ગેરરીતી અંગે જણાવ્યું છે કે (૧) તા.૯/૯/૨૦૧૮ ના રોજ લેવાયેલ જુનિયર એન્જિનિયરની પરીક્ષાની કામગીરી MGVCL દ્વારા થર્ડ પાર્ટી રિક્રુટમેન્ટ એજન્સીને સોપી હતી આ એજન્સીએ ભરતી પરીક્ષામાં MGVCL ની જાણ બહાર કેટલાક ફેરફાર કર્યા હતા. આ પરીક્ષાના MGVCL દ્વારા અપાયેલ એડમીટ કાર્ડમાં દર્શાવેલ નિયમો અને ઓ.એમ.આર.માં દર્શાવેલા નિર્દેશોમાં તફાવત જણાયું હતું. અહી, MCQ વાળા પ્રશ્નોનાં જવાબમાં જો એક વાર પસંદ કરેલ ઉતર માટે નિશાની કરેલ હોય અને બાદમાં તે ખોટી જણાય તો ચેકીને અન્ય વિકલ્પ પર નિશાની વિદ્યાર્થી કરી શકે તેવી OMR શીટમાં તે અંગે સમજણ પણ આપવામાં આવેલ.

આ બાબતનો ઉલ્લેખ એડમિટ કાર્ડ માં ક્યાય કરવામાં આવેલ ન હતો.. વધુમાં જણાવવાનું કે અધતન ટેકનોલોજી નાં નામે આ પગલું ભ્રષ્ટાચાર ને ઉતેજન આપનારું છે. કારણકે આ ઓ.એમ.આર શીટ પર વિદ્યાર્થીએ નામ લખવું ફરજીયાત હતું . આ રીતે પરીક્ષા બાદ પણ ચકાસણી કરનાર , જે તે વિદ્યાર્થી ના નામ જોઈ ને , કોઈ પણ વ્યવહાર તળે ફેરફાર કરી શકે છે. આ બાબત પણ અતિ ગંભીર છે.

(૨) હાલ મોટાભાગની પરીક્ષામાં , જો ઉમેદવાર MCQ ના ચાર વિકલ્પો માંથી કોઈ પણ જવાબ પસંદ કરવા ન માંગતો હોય તો “E” વિકલ્પ પસંદ કરી શકે તેવી જોગવાઈ હોય છે. આ વખતે પ્રથમ વાર MGVCL માં નેગેટીવ માર્કિંગ પ્રથા દાખલ થયેલ હોવાથી , “E” ઓપ્શન જરૂરી છે પરંતુ અહી આવી કોઈ જોગવાઈ ન હતી. . જેથી પેપર તપાસનાર, વિદ્યાર્થી ના માર્ક વધારવા કે ઘટાડવા માટે કોઈ ગેરરીતી આચરી શકે છે. જે તદન ગેરવાજબી છે.

(૩) ખુબ જ સાંકડી બેંચ માં એક સાથે બે કે થી વધુ, ત્રણ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવેલ કે જેથી ગેરરીતી આસાનીથી થતી રહેલ અને વર્ગ નિરીક્ષકો વિદ્યાર્થીઓને કોપી કરતા અટકાવામાં નીરસ જણાયા હતા. તથા વર્ગખંડોમાં કેમેરા હતા નહિ તેથી કુશળ વિદ્યાર્થીઓ ને અન્યાય થયેલ છે.
(૪ ) આ પરીક્ષામાં પરીક્ષાના દિવસે જ ઉમેદવારે ડોક્યુમેન્ટ રજુ કરવા જણાવેલ હતું. જેથી MGVCL ના સ્થળ પર નિયુક્ત અધિકારીઓ આ કામગીરીમાં હોવાથી પુરતું નિયમન કરી શકવા માં નિષ્ફળ નીવડ્યા હતા. વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષા માં એક બીજા ને પૂછી ને પરીક્ષા આપી રહેલ હોવા છતાં કોઈ પણ રીતે તેઓ ને અટકાવામાં આવેલ નહિ. સ્ટાફનો અભાવ સ્પષ્ટ પણે જોવામાં આવ્યું હતું.

આ રીતે સમગ્ર પરીક્ષા એક ફારસ રૂપ પ્રસંગ બની રહેલ અને થર્ડ પાર્ટી રિક્રુટમેન્ટ એજન્સીએ મનસ્વી પણે કરેલા ફેરફાર ખુલ્લા ભ્રષ્ટાચાર ને આમંત્રિત અને પ્રોત્સાહિત કરતા બની રહેલ. એજન્સી દ્વારા લેવાયલ આ પરીક્ષા માં અક્ષમ્ય બેદરકારી અને ભ્રષ્ટાચાર ની ગંધ આવી રહેલ છે.જેથી અમો વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ થયેલ હોવાની લાગણી નિર્માણ થયેલ છે. ખુબ જ મહેનત કરતા વિદ્યાર્થીઓ ને આ રીતે સીધો અન્યાય થયેલ છે. જેથી પરીક્ષા નવેસરથી લેવાની માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat