મોરબી-માળીયામાં યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ

માળીયામાં યુવા ભાજપે, મોરબીમાં યુવાનોએ કર્યું વૃક્ષારોપણ

માળિયા તાલુકા યુવા ભાજપ દ્વારા ગુરુવંદના અને વ્રુક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં યુવા ભાજપના તમામ કાર્યકરો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જયારે મોરબીમાં સ્મશાન ખાતે યુવાનોએ વૃક્ષારોપણ કરીને તેના જતનની નેમ લીધી હતી

માળીયા તાલુકા યુવા ભાજપ દ્વારા ખીરઈ ગામે બાવાસાહેબ ની જગ્યાએ ગુરુવંદના કાર્યક્રમ તથા વૃક્ષારોપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માળિયા તાલુકા યુવા ભાજપ દ્વારા 151 વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં  ખીરઈ ગામ ના સરપંચ અને ગામ ના જાગૃત નાગરીકોઓ ઉત્સાહભેર જોડાયા હતા.આ તકે માળીયા તાલુકા યુવા પ્રમુખ મનીષ ભાઈ કાંજીયા,  ખીરઈ ગામ ના સરપંચ અને માળીયા તાલુકા યુવા ભાજપ ના કાર્યોકારો ઉપસ્થિત રહયા હતા.તેમજ આગામી દિવસોમાં  351 વૃક્ષો વાવવામાં આવશે તેમાં માળિયા તાલુકા ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

મોરબીના યુનાઈટેડ જીવદયા ગ્રુપ દ્રારા મોરબીના વિસીપરા સ્થિત સ્મશાનમા ૧૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને સંસ્થાના યુવાનોએ વૃક્ષ ઉછેરવાની સંપુર્ણ જવાબદારી સ્મશાન મા સેવા આપવા આવતાં વડીલો દ્રારા લેવા મા આવી.


Comments
Loading...
WhatsApp chat