માળિયાના મોટાભેલાની શાળામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ



હાલ સમગ્ર વિશ્વ જયારે ગ્લોબલ વોમીંગના ખતરા સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે પર્યાવરણને બચાવવાના રામબાણ ઈલાજ સમાન વૃક્ષારોપણ અંગે લોકોને જાગૃત કરવા માટે મોટાભેલાની માધ્યમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
માળિયા તાલુકાના મોટાભેલા ગામે આવેલી જે.ટી. પટેલ માધ્યમિક શાળા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાલ ચોમાસાની ઋતુ છે જે વૃક્ષારોપણ માટેની ઉત્તમ ઋતુ હોય, બાળકો અને ગ્રામજનોને પર્યાવરણ અંગે જાગૃત કરવા શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે પ્રવૃતિમાં શાળાના વિદ્યાર્થીઓ હોશભેર જોડાયા હતા અને ગ્રામજનોએ તેમજ સમગ્ર વિશ્વને પર્યાવરણ બચાવોનો સંદેશ આપ્યો હતો

