


શાળાના બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતા માટે જાગૃતિ આવે અને સ્વચ્છ ભારત અભિયાનને આગળ ધપાવવા માટે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
જેતપર રોડ જુની પીપળી પાસે આવેલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા “સ્વચ્છતા અભિયાન” માં જોડાઈ આજૂબાજૂના વિસ્તારમાં લોકો સ્વચ્છતા જાળવવા માટે જાગૃત થાય અને વરસાદ દરમિયાન ફેલાતા રોગચાળા ને અટકાવવા માટે, શિક્ષકો પણ સાથે મળીને સ્વચ્છતા જાળવવા માટે પહેલ કરી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ બેનરો અને સુત્રો દ્વારા સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો સૌ પોત પોતાની જવાબદારી નીભાવે તેવી આશા વ્યક્ત કરી. “एक कदम स्वच्छता की ओर” સુત્રને સાર્થક કરવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો હતો

