


હળવદ તાલુકાની એક માનસિક અસ્થિર દીકરી પરિવારથી વિખુટી પડી હતી અને પોણા બે માસ પૂર્વે ટ્રેન દ્વારા અમદાવાદ થઈને મુંબઈ પહોંચી હતી જે દીકરીનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવીને મોરબી સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના એક ગામની માનસિક અસ્થિર દીકરી ટ્રેન મારફત મુંબઈ પહોંચી ગઈ હોય અને પોણા બે માસ પૂર્વે મુંબઈ પહોંચતા ડોંગરી ચિલ્ડ્રન હોમના બાળાઓના હોમમાં મુકવામાં આવી હતી અને ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરતા તે હળવદના ગામની વથી હોઅનું જાણવા મળ્યું હતું અને ડોગરી ચિલ્ડ્રન હોમના એક અધિકારીએ મોરબી બાળ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણાનો સંપર્ક કરતા મોરબી જીલ્લા કલેકટર આર.જે. માકડિયાની સુચનાથી જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ ઝાલા, ચિલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન પીપરીયા, જીલ્લા સમાજ સુરક્ષા વિભાગના પ્રોબેશન ઓફિસર સુનીલભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ મુંબઈથી દીકરીને લાવવા માટેની એક ટીમ તૈયાર કરી
બાળ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા, સમીરભાઈ લધડ તેમજ દીકરીના ફૈબાને મુંબઈ મોકલવામાં આવેલ જ્યાંથી ફક્ત બે દિવસની અંદર જ ડોગરી ચિલ્ડ્રન હોમ મુંબઈથી દરેક પ્રકારની કાનૂની કાર્યવાહી પૂર્ણ કરીને દીકરીને મોરબી પરત લાવીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું તેમજ ઇન્ટરનેશનલ ચાઈલ્ડ મિસિંગ ડે ને પણ સાર્થક કરવામાં આવ્યું હતું

