મેંદરડા કોલેજના પ્રોફેસર ડો. રાજકુમાર ટોપણદાસાણીને ઓલ ઇન્ડિયા ભાનુશાળી સમાજ દ્વારા ભાનુ રત્ન એવોર્ડ એનાયત

 

ઓલ ઇન્ડિયા ભાનુશાળી સમાજ દ્વારા મેંદરડા કોલેજના વાણીજ્ય વિધાશાખાના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર રાજકુમાર એસ ટોપણદાસાણી (ગજરા) ને ભાનુ રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું

અખિલ ભારતીય ભાનુંશાલાઈ તેમજ સેવા સમિતિ દ્વારા મેંદરડા કોલેજના વાણીજ્ય વિધાશાખાના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર રાજકુમાર એસ ટોપણદાસાણીને શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અનેરી સિધ્ધિઓ તેમજ કલ્યાણકારી કાર્યો બદલ ભાનુ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો જે બદલ અખિલ ભારતીય ભાનુશાળી સમાજ ગૌરવ અનુભવે છે મોરબી ભાનુશાળી સમાજ તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે

ડો. રાજકુમાર સાધુરામ ટોપણદાસાણી (ગજરા) સ્વ.. શ્રી એન આર બોરીચા એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વાણીજ્ય વિધાશાખામાં વર્ષ ૧૯૯૩ થી એટલે કે ૩૦ વર્ષથી અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે તેઓના આજ સુધીમાં જુદા જુદા ક્ષેત્રે ૨૦ પુસ્તકો પ્રકાશિત થયા છે તેમને અધ્યાપન કાર્ય, પ્રકાશન, કાર્ય, ઉર્જા બચાવ જાગૃતિ સહિતની સિધ્ધિઓ માટે ૧૮ રાષ્ટ્રીય એવોર્ડ અને બે ગોલ્ડ મેડલ મળ્યા છે તેઓ કોમર્સ વિષયના માર્ગદર્શક છે તેમના માર્ગદર્શન હેઠળ ૧૩ વિદ્યાર્થીઓએ પીએચડી ડીગ્રી પ્રાપ્ત કરી છે ડો. રાજકુમારને વર્ષ ૨૦૨૨ માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે જે સિધ્ધિઓ બદલ વર્ષ ૨૦૨૩ માં ઓલ ઇન્ડિયા ભાનુશાળી સમાજ દ્વારા તેમને ભાનુ રત્ન એવોર્ડ એનાયત કરાયો છે

Comments
Loading...
WhatsApp chat