Billboard ad 1150*250 Billboard ad 1150*250

ઇનરવિલ કલબ ઓફ હળવદના બહેનો દ્વારા મહેંદી- ડ્રોઈંગ સ્પર્ધા યોજાઈ

સંસ્થા દ્વારા સરકારી શાળામાં કરાયું સ્પર્ધાનું આયોજન

 

હળવદ શહેરની ડી.-FC વી.પરખાની સ્કૂલમાં ઇનરવિલ કલબ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ કલા ને બહાર લાવવા તથા પ્રોત્સાહિત કરવાના હેતુથી મહેંદી સ્પર્ધા અને ડ્રોઈંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહેંદી સ્પર્ધામાં ૪૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. અને ડ્રોઈંગ સ્પર્ધામાં ૪૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બંને સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય વિજેતાને ઇનામ આપવામાં આવ્યા. વિજેતાને હર્ષાબેન ઝાલા, અને રીટાબેન ઝાલા તરફથી ઇનામ આપવામાં આવ્યું હતું.

 

મહેંદી સ્પર્ધામાં પ્રથમ સોફિયા મીરા બીજા નંબરે કોમલ પરમાર ત્રીજુ ઇનામ તરનુમ દીવાન તથા ડ્રોઈંગ માં પહેલું ફિઝા અગારિયા બીજું કીર્તિ પરમાર ત્રીજું ખુશી પરમાર ને મળ્યું હતું. દરેક ભાગ લેનાર વિદ્યાર્થીનીને આશ્વાસન ઇનામમાં શિવમ પ્લાસ્ટિક જનકબેન આઘારા તરફથી આપવામાં આવ્યુ હતું. આ પ્રોજેક્ટને પ્રેસિડેન્ટ હર્ષા ઝાલા અને સભ્યોએ હાજર રહીને સફળ બનાવ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat