મોરબીમાં જીલ્લામાં મેઘરાજની રોદ્ર સ્વરૂપ એન્ટ્રી જાણો કેમ ?



મોરબીમાં ગુરુવારે સાંજે અચાનક હવામાનમાં પલટો થયા બાદ રાત્રીના સમય ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના પગલે મોરબી નજીકના લુણસર ગામે આવેલી માઈલસ્ટોન ફેક્ટરીમાં નુકશાની થવા પામી હતી. ભારે વરસાદને પગલે માઈલસ્ટોન નામની કંપનીમાં શેઢ ધરાશાયી થયો હોવાની માહિતી મળી છે અને ત્યાં સેઢ પડી જવાથી મજુરોને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા . સિરામિક એશોના પ્રુમખ નીલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે ભારે પવન ને કારણે કારખાનાનો શેઢ તૂટી જતા કારખાનામાં ૭૦ ટકા જેટલું વ્યાપક નુકશાની થવા પામી છે તો માળિયા પંથકમાં વવાણીયા ગામે પણ ભારે પવનને કારણે નુકશાની થવા પામી છે. આ ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે તો મકાનના છાપરા ઉડી ગયા છે તે ઉપરાંત આ પંથકમાં આવેલી જયદીપ એન્ડ કંપનીમાં મીઠાના શેઢ પરના છાપરા ઉડી ગયા છે. નુકશાની અંગે મીઠા ઉધોગપતિ દિલુભા જાડેજાએ જણાવ્યું હતું કે માળિયાના વવાણીયા પંથકમાં થયેલી નુકશાની અંગે વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે જેમાં તલાટી મંત્રી દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી હતી અને નુકશાની અંગે માહિતી મેળવવામાં આવી હતી.તો બીજી તરફ વાંકાનેરના રાજાવડલા ગામ પાસે વીજળી પડતા એક યુવાનનું મોત થયું હતું . ટંકારામાં જોરદાર પવન સાથે વરસાદને લીધે કેટલાય વૃક્ષો ધરાશય થયા હતા

