Billboard ad 1150*250

ટંકારાના મેઘપર ઝાલા ગામે તળાવ તૂટ્યું, હળવદના બ્રહ્માણી ઓવરફલો થાય તેવી શક્યતા

0 141
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લામાં શુક્રવારથી મેઘ મહેર શરુ થયા બાદ મોડી રાત્રીથી મેઘાએ તોફાની બેટિંગ શરુ કરી છે જેને પગલે મોરબી જીલ્લાના જળાશયો ભરાવ લાગ્યા છે જેમાં મોરબીના મચ્છુ ૧ અને મચ્છુ ૨ ડેમ સહિતના ડેમોમાં સારી આવક જોવા મળી રહી છે

Post ad 2

        જયારે ટંકારાના મેઘપર ઝાલા ગામનું તળાવ ભારે વરસાદને પગલે તૂટ્યું હતું જેથી ગામમાં પાણી ભરાય ગયા છે તો હળવદના બ્રાહ્મણી ૨ ડેમ પણ બપોર સુધીમાં ઓવરફલો થાય અને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડે તે શક્યતાને નકારી શકાતી નથી તો ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા અગાઉ જ તાકીદની બેઠક મળી હતી જેમાં એનડીઆરએફ ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે તો હળવદના બ્રાહ્મણી ૨ ડેમના ઓવરફલોની શક્યતાને પગલે હેઠવાસના  ૯ ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે બપોર સુધીમાં ડેમના બે દરવાજા ખોલવાની સ્થિતિ સર્જાઈ સકે છે  

        તો વાંકાનેર નજીક આવેલ ખોડીયાર માતાજીના માટેલ ધરાનો ધારો પણ ઓવરફલો જોવા મળી રહ્યો છે બે વર્ષ બાદ માતાજીનો ધારો ઓવરફલો થયો હોવાની માહિતી પણ ગ્રામજનો પાસેથી પ્રાપ્ત થઇ છે

Post ad 3

સવારે ૮ થી ૧૦ સુધીનો વરસાદ

Tankara -41mm

Maliya- 17mm

Morbi-  38mm

Wankaner- 31mm

Halvad- 32mm

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat