Billboard ad 1150*250

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેઘાણી સ્મૃતિ વંદના કાર્યક્રમ યોજાયો

0 439

મોરબીમાં સાહિત્ય સ્પંદન પરિવાર પોતાની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓને  કારણે જાણીતું છે ઝવેરચંદ મેઘાણીની 121 મી જન્મજયંતિ નિમિત્તે સાહિત્ય સ્પંદન દ્વારા ‘મેઘાણી સ્મૃતિ વંદના’ કાર્યક્રમનું આયોજન મોરબીની પી.જી.પટેલ કોલેજમાં કરવામાં આવ્યું હતું. મોરબીના લોકસાહિત્યકારોએ લોકડાયરાની રંગત જમાવી હતી. મોરબીના ખ્યાતનામ લોકસાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા, ઉત્કૃષ્ટ હાસ્યકાર અને લોકગાયક દેવેનભાઈ વ્યાસ અને કલામંદિર સંગીત ક્લાસીસના વિદ્યાર્થીઓએ મેઘાણીના ગીતોની સંગીતમય રજૂઆત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.એવા જ મોરબીના બીજા એક યુવા સાહિત્યકાર ‘સિદ્ધ ચારણ’ દ્વારા પણ લોકસાહિત્યનું રસપાન કરાવવામાં આવ્યું હતું. પ્રખર વક્તા અનિલભાઈ કંસારાએ ઝવેરચંદ મેઘાણીના જીવન અને સર્જન પર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમને મોરબીના સાહિત્યપ્રેમી અને કલાપ્રેમી લોકોએ મન મુકીને માણ્યો  હતો. કાર્યક્રમના અંતે વક્તા અને તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કાર્યક્રમમાં મોરબીના દરેક ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા સાહિત્ય સ્પંદનના પરિવારના નીરવભાઈ માનસેતા,  ઘનશ્યામભાઈ ડાંગર, ડો.રવિન્દ્ર ભટ્ટ, મનનભાઈ બુદ્ધદેવ,  કવિ જલરૂપ,  રાહુલ વ્યાસ,  જનાર્દન દવે અને પી.જી.પટેલ કોલેજના પ્રોફેસરોએ જહેમત ઉઠાવી હતી.

 

 

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat