



શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા સમાજ સુરક્ષા કચેરી મોરબીના સહયોગથી વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે દિવ્યાંગો માટે મેગા મેડીકલ સર્ટીફીકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા
શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા ૧૦૦ દિવસ સંકલ્પ અંતર્ગત જીલ્લામાં હળવદમાં પણ મેડીકલ સર્ટી કેમ્પ યોજાયો હતો જેમાં સંસ્થા દ્વારા ૧૭૯ દિવ્યાંગને UDID કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા
તે ઉપરાંત વાંકાનેરમાં આયોજિત મેગા મેડીકલ સર્ટીફીકેટ કેમ્પમાં કુલ ૧૮૩ જેટલા દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાંથી ૧૬૩ દિવ્યાંગને મેડીકલ સર્ટીફીકેટ કાઢી આપવામાં આવેલ વાંકાનેર ખાતે કેમ્પમાં સ્ટેટ રાજવી કેશરીદેવસિંહ બાપુ તેમજ ડેપ્યુટી કલેકટર, સમાજ સુરક્ષા અધિકારી, ગાયત્રી શક્તિપીઠના અગ્રણીઓ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

