

મોરબીના મેટ્રો સિરામિક ગ્રુપના આદ્રોજા પરિવારને બે વર્ષ પૂર્વે હળવદ નજીક અકસ્માત નડ્યો હતો. જે અકસ્માતમાં તેમના પરિવારની બંસી આદ્રોજા અને હિરન ઘોડાસરાનું અવસાન થયું હતું આ બન્ને દિવંગતની સ્મૃતિમાં આવતીકાલે તા.૩ ના રોજ બંસી પાર્ટી પ્લોટ, મેટ્રો રિસોર્ટ એન્ડ કલબ, કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન પાછળ, જોધપર (નદી) ખાતે સવારે ૮ થી ૫ દરમિયાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેટ્રો ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી આ સેવા યજ્ઞ શરૂ કર્યો છે જેમાં હજારો રક્તદાતાઓ રક્તદાન કરનાર હોવાનું આયોજક મેટ્રો ગ્રુપ દ્વારા જણાવાયું હતું. મેટ્રો ગ્રુપના શેખરભાઈ આદ્રોજાએ મહારક્તદાન કેમ્પ અંગે જણાવ્યું હતું કે કેમ્પની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અને આવતીકાલે યોજાનાર મહારક્તદાન કેમ્પમાં ૨૫૦૦ થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. અકસ્માતના કેસમાં દર્દીને લોહીની વધુ જરૂરિયાત રહેતી હોય છે ત્યારે આ રક્તદાન કેમ્પમાં નાગરિકોને મોટી સંખ્યામાં જોડાઈને આ સેવાયજ્ઞને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.