મોરબીની નીલકંઠ વિધાલયમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબીમાં વિવિધ સંગઠન દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી હોય છે,એવી જ રીતે મોરબી રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક અને નીલકંઠ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે તારીખ 21.9.2018 શુક્રવારે સાંજે સવારના આઠ થી સાંજ છ વાગ્યા સુધી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે

સિવિલ હોસ્પિટલ-મોરબીના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે આ બ્લડ એકત્ર કરવામાં આવશે તેમજ સંસ્કાર લેબોરેટરી-મોરબી અને નાથાણી બ્લડ બેંકમાં પણ આ રક્તદાન અર્પણ કરવામાં આવશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ 1000 એક હજાર જેટલી બોટલ રક્ત એકત્ર કરવાનું મહા આયોજન હોય ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી,રક્તદાન મહાદાન ની ઉક્તિને સાર્થક કરવા નિલકંઠ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહેવાની અપીલ કરવામાં આવી છે

Comments
Loading...
WhatsApp chat