મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક મળશે.

મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક તા.૨૦/૦૯/૨૦૧૮ના રોજ બપોરના ૩ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે.

આ બેઠકમાં ફરીયાદ સમિતીમાં રજુ થયેલા પ્રશ્નો અને તેની સુનવણી તેમજ સમીક્ષા કરાશે. તેમજ સંકલન સમિતિની બેઠકમાં રજુ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઇ આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓએ જરૂરી વિગતો સાથે જાતે જ ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીની યાદીમાં જણાવાયું છે.

Comments
Loading...
WhatsApp chat