Billboard ad 1150*250

મોરબીના ચાંચાપરના વિવિધ પ્રશ્નો, વિકાસકાર્યોની ચર્ચા માટે દશેરાના દિવસે મીટીંગ

0 62
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબીથી જામનગરને જોડતા રોડ પાર મોરબીથી થોડે દુર ખાનપર પહેલા ચાંચાપર ગામ આવેલ છે આ ગામમાં ગામના વિકાસ અને ઉત્કર્ષ માટે કામ કરતી ચાંચાપર ઉત્કર્ષ સમિતિ દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવે છે હાલમાં જ આ સમિતિ દ્વારા સમિતિના આગેવાન અને સભ્યોની સુઝબુઝથી ચોમાસા પૂર્વે પોતાના પંથકના ચેકડેમો, વોટરશેડ, તળાવ ચોમાસામાં તૂટી ના જાય તે માટે ચોમાસા પૂર્વે તેના રીપેરીંગનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને રીપેરીંગમાં કંઈપણ કચાશ ના રહે તે માટે સમિતિના સભ્યોએ જાતે નિરીક્ષણ કર્યું હતું

        જેના ફળસ્વરૂપે આજે ચાંચાપરની ભાગોળે આવેલા કોઝવે, વોટર રોડ, ત્રણ તળાવ, ત્રણ ચેકડેમ અડીખમ ઉભા છે અને તેની અંદર વરસાદી નીર હિલોળા લઇ રહ્યા છે સમિતિ દ્વારા ગામને પાણીની સમસ્યાથી છુટકારો આપવામાં પૂર્ણ સફળતા મળી છે જે સમિતિના સભ્યોની દુરદ્રષ્ટિનું પરિણામ કહી સકાય. ચાચાપરથી પસાર થતો મેઈન રોડ, ચાંચાપરથી રામેશ્વર, ગુલાબનગર, ગાંધીનગર જવાના રસ્તે ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે વાહનચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે આ રોડ રસ્તા તાત્કાલિક રીપેર કરવા ચાંચાપર સમિતિ માંગ કરી રહી છે

        ચાંચાપર ગામને વધુને વધુ સુવિધાઓ આપવા ચાંચાપર ઉત્કર્ષ સમિતિ કટિબદ્ધ છે અને અગામી વિકાસકાર્યો માટે દશેરાના દિવસે તા. ૦૮ ના રોજ રાત્રે ૦૮ : ૩૦ કલાકે શિવફાર્મ ચાંચાપર ખાતે એક મીટીંગનું આયોજન કરેલ છે જેમાં સર્વે ગ્રામજનો અને મોરબી રહેતા દાતાઓને ખાસ હાજરી આપવા પ્રવીણભાઈ ભાલોડીયાની યાદીમાં જણાવ્યું છે .

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat