આમરણ નજીક રવિવારે હાર્દિકની ઉપસ્થિતિમાં પાસની મીટીંગ

પાસના કન્વીનર, કાર્યકરો આપશે હાજરી

        લોકસભા ચુંટણી નજીક છે ત્યારે રાજકીય પક્ષો ચુંટણી જંગ જીતવા દોડધામ કરી રહ્યા છે ત્યારે આગામી લોકસભા ચુંટણીમાં કેવું સ્ટેન્ડ રાખવું તેની રણનીતિ ઘડવા માટે પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્ર ઝોન દ્વારા મોરબીના આમરણ નજીક મીટીંગ યોજાશે

       પાટીદાર અનામત આંદોલન સમિતિ સૌરાષ્ટ્ર ઝોન દ્વારા તા. ૩૧ ને રવિવારે સવારે ૦૯ : ૩૦ થી બપોરે ૧ કલાક સુધી પાસની મીટીંગ આમરણ નજીક સુરભી ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાશે જે બેઠકમાં હાર્દિક પટેલ તેમજ મોરબી જીલ્લા પાસ કન્વીનર મનોજ પનારા સહિતના પાસના જીલ્લા અને તાલુકા કન્વીનર, કાર્યકરો ઉપસ્થિત રહેશે બેઠકમાં અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, શહીદ પરિવારોને નોકરી, સહિતના મુદે ચર્ચા ઉપરાંત લોકસભા ચુંટણીમાં પાસનું સ્ટેન્ડ પણ નક્કી કરવામાં આવશે અને આ તમામ મુદે ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે

વઘુ માહીતિ માટે સપર્ક:- 98255 23490 અને 98989 92076 નંબર પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

Comments
Loading...
WhatsApp chat