


ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના મોરબી જીલ્લાની ટીમની મીટીંગ વેલનાથ મંદિર માળિયા ફાટક ખાતે મળી હતી આગામી તા. ૩૦ માર્ચના રોજ રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત હિંદુ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે જે શોભાયાત્રામાં જોડાવવા સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી
મિટીંગમાં સનાતન હિન્દુ ધર્મ વધુ મજબુત થાય તે માટે માર્ગદર્શન આપવામા આવ્યું હતું તેમજ રામનવમી નિમિતે ભગવાન શ્રીરામ ની ભવ્ય શોભાયાત્રામાં જોડાવવા મોરબી જીલ્લા ઠાકોર સેનાને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સનાતન હિંદુ સમાજના આગેવાનોએ આમંત્રણ પાઠવ્યું હતું જે મીટીંગમાં ઠાકોર સેનાના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા અને આમંત્રણનો સ્વીકાર કરીને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવવા આહ્વાન કર્યું હતું

