મીતાણા ચોકડી નજીકથી બોલેરો પીકઅપમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે બાઈકમાં હેરાફેરી કરતા એકને ઝડપ્યો

મોરબી જીલ્લામાં દારૂ અને જુગારનું દુષણ બેફામ હદે વધી ગયું છે ત્યારે પોલીસની ટીમ સતત દરોડા કરીને દારૂના જથ્થા ઝડપી લેતી હોય છે અને બુટલેગરોને કાયદાનું ભાન કરાવતી હોય છે જેમાં ટંકારા નજીકથી બોલેરો પીકઅપ કારમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો

ટંકારા પોલીસે મીતાણા ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન પસાર થતી જીજે ૩૬ ટી ૭૮૬૭ નંબરની બોલેરો પીકઅપ કારને આંતરી તલાસી લેતા ૫૦૦ લીટર દેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો જેને પગલે બોલેરો કાર આને દેશી દારૂ મળીને કુલ ૧.૬૦ લાખનો મુદામાલ જપ્ત કરીને આરોપી ઇમરાન ઉર્ફે માઈકલ અનવર પઠાણ (ઉવ ૩૪) રહે મોરબી કબીર ટેકરી વાળાને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જયારે મોરબી તાલુકા પોલીસ જેતપર પાવારીયારી રોડ પર પેટ્રોલિંગમાં હોય દરમિયાન પવારીયાળી કેનાલ પાસેથી પસાર થતા બાઈક નં જીજે ૦૩ ઈજી ૭૯૧૬ ને આંતરી તલાશી લેતા દેશી દારૂ મળી આવતા પોલીસે આરોપી ભરત રામજી પરમાર (ઉવ ૨૪) રહે નવા ધરમપુર તા. મોરબી વાળાને ઝડપી બાઈક અને દેશી દારૂ સહિત ૧૫,૧૮૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

Comments
Loading...
WhatsApp chat