વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે ભાજપ ડોક્ટર સેલ દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે ભાજપ ડોકટર સેલ ગુજરાત પ્રાંતની યોજના મુજબ સમગ્ર ગુજરાતમાં ૬૮ થી વધુ જગ્યાએ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત મોરબી જીલ્લામાં વાંકાનેરમાં વાંકાનેર પાલિકાના સહયોગથી ગલ્સ હાઈસ્કુલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં અલગ-અલગ વિભાગના ડોકટરો સેવા આપવામાં આવી હતી તેમાં અલગ-અલગ સ્થળ પર ૪૦૦ થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો તેમજ આ કેમ્પમાં તમામ દર્દીઓને ની:શુલ્ક ડાયાબીટીસ અને કાર્ડિયોગ્રામની તપાસ કરવામાં આવી હતી.આ કેમ્પમાં મોરબી તથા વાંકાનેરના ખ્યાતનામ ડોક્ટરોએ સેવા આપી હતી જેમાં ફીઝીશીયન અને કાર્ડિયોલોજીસ્ટ તથા મોરબી જીલ્લા ભાજપ ડોકટર સેલના કન્વીનર ડૉ.વિજય ગઢિયા,એમ.એસ.,એઓર્થોપેડીક ડૉ.જીજ્ઞેશ દેલવાડીયા મોરબી જીલ્લા ભાજપ ડોક્ટર સેલ સહ-કન્વીનર,એમ.એસ.ઈએનટી ડૉ.પ્રેયસ પંડ્યા,ચામડીના રોગોના નિષ્ણાત ડૉ,જયેશ સનારીયા,સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ.કિરણ ગોસાઈ,બાળકોના નિષ્ણાત ડૉ.તરુણ ઘોડાસરા,એમ.ડી.ફીઝીશીયન ડૉ.જયવીરસિંહ ઝાલા,ડૉ.પ્રદીલ નીલગામડીયા અને દાંતના નિષ્ણાત ડૉ.ધારા સુબા એ પોતાની સેવા આપી હતી.

Comments
Loading...
WhatsApp chat