Billboard ad 1150*250

વડાપ્રધાન મોદીના જન્મદિવસના સેવા સપ્તાહ અંતર્ગત મોરબીમાં મેડીકલ કેમ્પ યોજાયો

0 72
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી જીલ્લા ભાજપ પરિવાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અનુસંધાને “સેવા સપ્તાહ” નું આયોજન કરેલ આ અઠવાડીયા દરમિયાન વિવિધ જગ્યાઓ પર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે મોરબી જીલ્લાનો મેગા મેડીકલ કેમ્પ એ કે પટેલ હોલ ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી ખાતે યોજાયો હતો 

Post ad 3

ભાજપ પરિવાર દ્વારા સવારે 9:00 થી ૧૨:૦૦ વાગ્યા સુધી આયોજિત મેગા મેડીકલ કેમ્પમાં ડૉ.વિજય ગઢીયા, ઓર્થોપેડિક સર્જન ડૉ.વિનોદ કૈલા, સર્જન ડૉ.મયૂર જાદવાણી, આંખ-નાક-ગળા ના સ્પેશિયાલિસ્ટ ડૉ.અલ્પેશ ફેફર, બાળ રોગ નિષ્ણાંત ડૉ.નયન પટેલ, સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ.અર્પણાબેન પટેલ, ચામડીના રોગના નિષ્ણાંત ડૉ.વિજય કાનાણી, દાંતરોગના નિષ્ણાંત ડૉ.ઉત્સવ દવે, ડૉ.આશિષ ત્રિવેદી, ડૉ.ચેતન અઘારા તેમજ ડૉ. દિલીપ ભટ્ટ સહિતના ડોક્ટરોએ સેવા આપી હતી અને મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો

ભાજપ પરિવાર અને ડોક્ટર સેલ દ્વારા આયોજિત મેડીકલ કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat