દહાણુ રોડ પાસે ટ્રાફિક બ્લોકના કારણે 9 મે ની પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ્દ

 

બ્રિજ નંબર 166 અને 169 પર ડાયવર્ઝનનું કામ હાથ ધરવા માટે 08મી મે, 2022ના રોજ વણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે મેજર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો:

1) 9મી મે 2022ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19016 પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

2) 8મી મે 2022ના રોજ ઉપડનારી ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ

ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Comments
Loading...
WhatsApp chat