મવડા મુદે માધાપર-વજેપરને સરકારની લોલીપોલ : બ્રિજેશ મેરજા

મવડા અંગે સરકાર માધાપર અને વજેપરના લોકોને લોલીપોપ આપતી હોવાનું જણાવીને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તા મંડળ અંતર્ગત મોરબી અને વાંકાનેર તાલુકાના ૩૩ જેટલા ગામોના સરપંચોએ મવડા અસરગ્રસ્ત મંડળ રચી આ ગામોને તાત્કાલિક મવડામાંથી મુક્ત કરવા આંદોલન ચલાવેલ જે ગામોને મુક્ત કરવાની સરકારને ફરજ પડી હતી જોકે માધાપર, વેજ્પર અને ત્રાજપરને મુક્તિ મળી નથી.
આ બાકીના ગામોએ પણ મુક્તિની માંગ સાથે બે બે મોટી રેલી યોજીને સતવારા સમાજે આવેદન પાઠવ્યું હતું. અને સચિવાલય ગાંધીનગર સુધી રજુઆતોનો દોર ચલાવ્યા છતાં મવડાના મુદે માધાપર વજેપરને ભાજપ સરકારે વધુ એક લોલીપોપ આપતું જાહેરનામું તાજેતરમાં બહાર પાડ્યું છે જેમાં ગુજરાત ટાઉન પ્લાનિંગ અને શહેરી વિકાસ એક્ટ મુજબ મવડાનો જે વિકાસ નકશો મુસદો જનરલ ડેવલપમેન્ટનો રેગ્યુલેશન મુજબ મુજબ કાયમી ધોરણે રદ કરી માધાપર,વજેપર અને ત્રાજપરને મુક્તિ આપવામાં આવે તો જ ગુજરાત સરકારનો ૦૭-૧૦-૧૭ નું જાહેરનામું યથાર્થ લેખાશે. અન્યથા વધુ એક લોલીપોપ આપીને માધાપર અને વજેપરના અસરગ્રસ્ત ખેડૂતને છેતર્યા ગણાશે. અસરગ્રસ્ત ખેડૂતોને કોઇપણ જાતની રાહત મળી નથી જયારે બિલ્ડરોને વધુ લાભ મળી રહે તેવી પેરવી કરવામાં આવી છે. જેથી મવડા નાબુદી કરીને આ વિસ્તારના લોકોને ખરેખર ન્યાય મળે તેવી જોગવાઈ કરી યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat