Billboard ad 1150*250 Billboard ad 1150*250

મેટાડોરે એકટીવાને હડફેટે લેતા બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબી- રાજકોટ હાઇવે પર અવારનવાર અકસ્માતની હારમાળ સર્જાય છે ત્યારે બે દિવસ પહેલા અજંતા ક્લોક નજીક રોંગ સાઈડમાં જતા મેટાડોર ચાલકે એક્ટિવાને હડફેટ લેતા પરિણીતાની નું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તેણીના પતિએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના ભગવતી પરા નજીક આવેલ જયનંદન સોસાયટીમાં રહેતા જેનુલશા ઇસ્માઇલશા શાહમદાર (ઉ.૩૭) પોતાનું એક્ટિવા લઈને જતા હતા દરમિયાન મોરબી-રાજકોટ હાઈવે પર આવેલ અજંતા કલોક નજીક ટાટા મેટાડોર જીજે ૦૩ વાય ૬૬૦૬ ના ચાલકે રોંગસાઈડમાંથી ચલાવીને જેનુલશાના એક્ટિવાને હડફેટ લીધું હતું.મેટાડોર ચાલકે જેનુલશાના એકટીવાને હડફેટે લેતા ડાબા હાથમા તથા ડાબા પગમા ફેકચર જેવી તથા પડખામા મુંઢ ઇજા થઇ હતી તેમજ તેની દિકરી કાયનાતને ડાબા પગમા ફેકચર કરી અને દિકરા મોયુદીન ઉર્ફે ફેઝલને જમણી આંખના ભાગે મુંઢ ઇજાઓ પહોચી હતી જ્યારે તેમના પત્ની રેશ્માબેને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat