માટીમાં દટાઈ જતા માસુમનું મોત

વાંકાનેરના સલ્તાનપર રોડ પરના સિરામિક એકમમાં આજે સાંજના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં આ રોડ પર આવેલા સેન્સો સિરામિક નામના એકમમાં કામ કરતા મજુર અંટેશભાઈ ભુરીયાનો માસુમ પુત્ર સાજન (ઉ.વ.૫) વાળો રમતા રમતા માટી ખાતામાં સાઈલાના ખાડામાં પડી ગયો હતો જેની અન્ય કોઈને જાણ ના હોવાથી બાળક માથે માટી નાખવાથી માટીમાં દટાઈ જતા માસુમનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહને પી.એમ. માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે નોંધ કરી તપાસ ચલાવી છે.

 

Comments
Loading...
WhatsApp chat