મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન




તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
માળિયાના મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૯-૨૦ નું શાળા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તાજેતરમાં યોજાયું હતું જેમાં શાળાના બાળકોએ ૨૦ કૃતિઓ રજુ કરી હતી
મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળામાં આયોજિત ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં શાળાના બાળકો દ્વારા હાઈડ્રોલિક બ્રીજ, હવા અને પાણી પ્રદુષણ, સૌર ઉર્જાનો ઉપયોગ, ટપક સિંચાઈ પદ્ધતિ સહિતના ૨૦ વિષયો પર કૃતિઓ રજુ કરી હતી વિજ્ઞાન મેળાને નિહાળવા માટે બાળકોના વાલીઓ તેમજ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ પધાર્યા હતા આ તકે સરપંચ અને તાલુકા શાળાના આચાર્યએ હાજરી આપી હતી વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકો તેમજ પ્રથમ ત્રણ ક્રમાંક મેળવેલ બાળકો પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.



