શકત શનાળા પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

શકત શનાળા કુમાર શાળા , કન્યા શાળા અને પ્લોટ શાળાના સંયુક્ત ઉપક્રમે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.ત્રણે શાળાની કૃતિ સી.આર.સી.કક્ષાએ પસંદ કરી તાલુકા કક્ષાએ ભાગ લેવામા આવ્યો હતો.જેમાં કન્યા શાળાની કૃતિ તાલુકા કક્ષાએ પસંદગી પામી આગામી જિલ્લા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા જશે.આ પ્રસંગે સંગઠનના હોદેદારો શૈલેષભાઇ સાણજા,મણીભાઈ સરડવા,રામજીભાઈ વિડજા, ધરમશીભાઈ કાલરીયા,હર્ષદભાઈ મારવણીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ત્રણે શાળાના વિજ્ઞાન શિક્ષકો રાજેશભાઇ મારવણીયા,અશ્વિનભાઈ એરણિયા તથા પ્રભુભાઈ રંગપડીયા ને શાળા કક્ષાએ આવું સુંદર આયોજન કરવા બદલ તથા તાલુકા , જિલ્લા કક્ષા એ ભાગ લેવા બદલ સંગઠનના સૌ હોદ્દેદારોએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat