મોરબીની નવજીવન વિધાલયમા આવતીકાલે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાશે

મોરબીમાં જિલ્લા શિક્ષણાધિકારી અને તાલિમ ભવન રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી, શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ તેમજ મોરબી નવજીવન વિધ્યાલય દ્વારા આવતી કાલે બુધવારે વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2017-18નું સવારે 8:30 થી 4 વાગ્યા સુધી નવજીવન સ્કુલ ખાતે આયોજન કરવામા.આવ્યું છે. જેમાં મોરબી તાલુકાના તમામ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ ભાગ લઈને પોતાની વિજ્ઞાન અને ગણિતની ક્રૂતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમનું ઉદઘાટન મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.દવેના હસ્તે કરવામાં આવશે.. તેમજ જિલ્લા તાલીમ ભવન રાજકોટના ચેતનાબેન વ્યાસ, સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજા,વીસી હાઇસ્કુલના વીડજા સર, ધાર્મિષ્ઠાબેન કડિવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ પ્રદર્શનનો લાભ લેવા નવજીવન વિધાલય દ્વારા અપીલ કરવામાં આવી છે.

Comments
Loading...
WhatsApp chat