

મોરબીના સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને વિદ્યાર્થીઓ કઈક નવીન શીખે તેવા હેતુથી ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં આજે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ત્રણ વિષયો આધારિત કુલ ૧૫ કૃતિઓનું પ્રદર્શન યોજાયું હતું જે પ્રદર્શનનો શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ નિહાળી લાભ લીધો હતો બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટેના આયોજનના ભાગરૂપે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેમ સંસ્થાના અગ્રણી કિશોરભાઈ શુક્લએ જણાવ્યું છે