મોરબીના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન ખાતે સમૂહ રાંદલ ઉત્સવની ઉજવણી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન ખાતે સમૂહ રાંદલ ઉત્સવની ઉજવણી કરાઈ હતી મોરબીના મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ ભવન ખાતે આયોજિત સમૂહ રાંદલ ઉત્સવમાં 54 રાંદલ લોટાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા શાસ્ત્રોક્ત વિધાન મુજબ પૂજનવિધિ કરવામાં આવેલી હતી સમગ્ર આયોજન મહિલા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કન્વીનર આશાબેન સહિત જ્ઞાતિ કાર્યકર, મહેશ જોશી, સુરેશ ત્રિવેદી તથા દિલીપ જાનીએ મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી 

Comments
Loading...
WhatsApp chat