


શનિવારે હનુમાન જયંતી નિમિતે ઠેર ઠેર ધાર્મિક મહોત્સવ ઉજવણી કરવામાં આવનાર છે ટ ત્યારે મોરબી નજીકના નવયુગ સંકુલ દ્વારા હનુમાન જયંતી નિમિતે ધાર્મિક મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરે તા. ૩૧ ને શનિવારના રોજ હનુમાન જયંતીના પાવન અવસરે મારૂતિ યજ્ઞ અને સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું છે જેમાં સવારી ૮ કલાકે મારૂતિ યજ્ઞ પ્રારંભ થશે તેમજ સાંજે ૭ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૮ થી ૧૧ કલાકે સંગીતમય સુંદરકાંડ (સંપુટ) નું આયોજન કરવામાં આવ્યું છે ધર્મપ્રેમી જનતાને પધારવા સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

