બાળક ના થતું હોવાથી ભુવા પાસે ગયેલી પરિણીતા સાથે અડપલા

મોરબીના નાની વાવડી ગામના રહેવાસી સંગીતાબેન પ્રેમજીભાઈ કાવાર (ઉ.વ.૨૮) વાળાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન બાદ દોઢ પોણા બે વર્ષ દરમિયાન બાળક ના થવાને બહાને તેના પતિ પ્રેમજીભાઈ ગણેશભાઈ કાવર, સસરા ગણેશભાઈ ગોવિંદભાઈ કાવર, સાસુ નીમુબેન ગણેશ કાવર રહે. ત્રણેય નાની વાવડી , મામાજી રમેશ કેશવજી અઘારા રહે. મોરબી, માસાજી અરજણભાઈ વનુભાઈ ફૂલતરીયા રહે. મોરબી તેમજ કાન્તિલાલ અઘારા માતાજીના ભુવા રહે. ભડિયાદ અને માધવીબેન રમેશભાઈ રાજકોટિયા રહે. નાની વાવડી એ આરોપીઓએ પરિણીતાને ભુવા પાસે દોરા ઘાગા કરાવી આરોપી ભુવાએ ફરી સાથે અડપલા કરી અણછાજતું વર્તન કરી આરોપી નં ૦૭ વાળી ફરીના પતિના લગ્ન થયેલ હોય જેનું છુટું થયેલ ન હોવાનું જાણવા છતાં ફરિયાદીના પતિ સાથે લીવ ઇન રીલેશન કરી લીધેલ હોય આ તમામ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી પરિણીતા પર ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat