

મોરબીની રહેવાસી પરિણીતાએ આજે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પરના કુબેર નગર ૩ વિસ્તારના રહેવાસી હેતલબેન જીતુભાઈ મહેતા (ઉ.વ.૩૨) નામની પરિણીતાએ આજે કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેના મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક પરિણીતાનો લગ્નગાળો સાડા ત્રણ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે જોકે પરિણીતાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે કારણ જાણી સકાયું નથી. પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા માટે વધુ તપાસ ચલાવી છે.