



મોહરમના તહેવારની મોરબી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ શણગાર સાથેના તાજીયા ઝુલુસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા ત્યારે તાજીયા ઝુલુસને નિહાળવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ અને બહેનો ઉમટી પડ્યા હતા ત્યારે મોરબીમાં તાજીયા જોવા ગયેલ અનીશાબેન હનીફભાઈ જુનેજા રહે. કાલિકા પ્લોટ મોરબીવાળી પરિણીતા ગુમ થયેલ છે જે મામલે પોલીસે પરિવારની ફરિયાદને આધારે ગુમસુદા નોંધ કરી પરિણીતાની તલાશ આદરી છે તેમજ પરિણીતા વિષે જેની પાસે માહિતી હોય તેને એ ડીવીઝન પોલીસ મથકનો સંપર્ક કરવા અપીલ જણાવ્યું છે.

