


વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતાને પડધરીના સાસરિયાઓ છેલ્લા બે વર્ષથી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોય ઘરેલુ હિંસા મામલે ગુન્હો નોંધાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાધાબેન નીતેશભાઇ દેલવાડીયા જાતે-દે.પુ ઉ.વ.ઉ.વ.૨૬ ધંધો.ઘરકામ રહે ગીતા નગર ૧૦૦ વારીયા પડધરી જી.રાજકોટ રહે,હાલ પંચાસીયા તા.વાંકાનેર જી.મોરબીવાળાઓને પતિ નીતેશભાઇ રાજુભાઇ દેલવાડીયા,.મીરાબેન રાજુભાઇ દેલવાડીયા,રાજુભાઇ પ્રેમાભાઇ દેલવાડીયા રહે.બધા પડધરી ગીતાનગર ૧૦૦ વારીયા પ્લોટ જી.રાજકોટ વાળા ફરીયાદી બેન સાથે આ કામના આરોપીઓ એ નાની નાની બાબતે ઝધડાઓ કરી ભુંડા બોલી ગાળો આપી સામાન્ય મારા કુટ કરી હતી
શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી તેમાજ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરતા હોય વાંકાનેર પોલીસે ઘરેલુ હિંસા કાયદા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

