



માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હોય જે મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનાર સગીરાની માતાએ જણાવ્યું છે કે તેની ૧૬ વર્ષની દીકરીને આરપી અજીત ધનજી સુરાણી (ઉ.વ.૨૧) રહે જુના ઘાંટીલા તા. માળિયા વાળો લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનું જણાવ્યું છે માળિયા પોલીસે સગીરા અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે



