લગ્નએ કેરિયરનો અંત નથી અલ્પવિરામ છે, મીસીસ યુનિવર્સમાં મોરબીની મહિલા વિજેતા બની

હાલના આધુનિક જીવનમાં સ્ત્રીઓ ઘર કામની સાથે સાથે પોતાનામાં રહેલ ટેલેન્ટને બાહર લાવીને પરિવાર અને દેશનું ગૌરવ વધારે તે માટે અનેક ઇવેન્ટ યોજવામાં આવે છે અને તેમાં સ્ત્રીઓ ભાગ લઈને પોતાની આગવી કલા રજુ કરી વિજેતા બને છે.ત્યારે મોરબીમાં જ રહેતા અંકિતા પટેલે ઓક્ટોબર માસમાં યોજાયેલ મિસ ઇન્ડિયા યુનિવર્સ ૨૦૧૮ માં ભાગ લઈને વિજેતા બન્યા હતા.

મીસીસ ઇન્ડિયા યુનિવર્સ ૨૦૧૮નું પુણે ખાતે આયોજન કરવામાં આવે છે જેમાં દેશભરમાંથી મહિલાઓ ભાગ લઈ છે.આ કોમ્પીટીશન એક વિક સુધી ચાલે છે અને તેમાં પણ સવાલ-જવાબ રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ સ્પીચ ઓન વુમન એમ્પાવર અને રેમ્પ વોલ્ક જેવી સ્પર્ધા યોજવામાં આવી હતી.મીસીસ ઇન્ડિયા યુનિવર્સમાં મોરબીથી અંકિતા પટેલે ઉત્સાહભેર ભાગ લઈને શાનદાર પ્રદર્શન બદલ તેણીને “મીસીસ ઇન્ડિયા યુનિવર્સ-૨૦૧૮” નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.અંકિતા પટેલે મીસીસ યુનિવર્સ ૨૦૧૮માં વિજેતા બનીને પરિવાર અને મોરબીનું નામ રોશન કયું કર્યું હતું.

આ તકે મોરબી ન્યુઝની ટીમે અંકિતા પટેલ સાથે વાત કરતા તેણીએ જણાવ્યું હતું કે આ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે મારા મમ્મી-પપ્પા અને મારા હસબન્ડએ મને ખૂબ સપોર્ટ કર્યો હતો જેથી હું વધારે આત્મવિશ્વાસ સાથે ભાગ લઇ શકી હતી.તેમજ મારી આ જીતની તમામ શ્રેય મારા ત્રણ વર્ષના દીકરા માહીનને આપું છુ જેનાથી હું હમેશા પ્રોત્સાહિત થાવ છુ.

તેમજ અંકિતા પટેલે આજની સ્ત્રીઓને પણ સંદેશો પાઠવ્યો હતો કે સ્ત્રીઓ જો ધારે તો લગ્ન પછી પણ પોતાના રહેલ શક્તિ અને ટેલેન્ટને બહાર લાવીને કોઇપણ કોમ્પીટીશન જીતી શકે છે.લગ્નનો મતલબ કેરિયરનો અંત નથી હોતો પણ અલ્પવિરામ હોય છે તેમજ જીવનમાં કઈપણ મેળવવા કે શીખવા માટે આત્મવિશ્વાસ હોવો જરૂરી છે.

Comments
Loading...
WhatsApp chat