



વાંકાનેરના ગારીડા ગામે સગીરાનું અપહરણ થતા તેના પિતાએ બે શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
વાંકાનેર તાલુકાના ગારીડા ગામે ૧૭ વર્ષની સગીરાને લખમણ ઉર્ફે લખો બેચર સરવૈયા અને અનિલ જેઠા ધોળકિયા લલચાવી ફોસલાવી લગ્નની લાલચે અપહરણ કરીને લઈ ગયા હોવાની સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



