મુખ્યમંત્રીને કન્યા કેળવણી ક્ષેત્રે રૂ.૧૧ લાખનો ચેક અપર્ણ કરતું મરીન સોલ્ટ એસો.



સુજલામ-સુફલામ જળ અભિયાન યોજના અંતર્ગત માળિયા તાલુકાના ૨૭ ગામના તળાવ ઊંડા ઉતારી સફાઈ કાર્ય કરવાની જવાબદારી પંથકના મીઠા ઉધોગકારોએ ઉપાડી લીધી છે.ત્યારે મરીન સોલ્ટ એસો.ના પ્રમુખ દિલુભા જાડેજા અને સભ્યો જોરશોરથી આગળ વધી રહ્યા છે.
મીઠા ઉત્પાદકોની મશીનરી જેવી કે જેસીબી, હિટાચી , ટ્રેક્ટર કામે લગાડયા છે અગ્રણી મીઠા ઉત્પાદક જયદીપ એન્ડ કુ.ના જયુભા જાડેજા, દિલુભા જાડેજા દ્વારા આઠ ગામના તળાવો રીનોવેટ કરવા અંતે દતક લઇ કામ યુદ્ધના ધોરણે શરુ કેઈ પૂર્ણ કરવા તરફ પહોચી ગયા છે ત્યારે પંથમાં અન્ય સાથે વિનોદ સોલ્ટ વર્કસ,દેવ કુ, એ પણ શ્રેષ્ઠ સહયોગ પૂરો પડયો છે.
તેમજ સુજલામ સુફલામ જળ યોજના અભિયાન સમારોહમાં બગથળા ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કન્યા કેળવણી ક્ષેત્રે રૂ.૧૧ લાખનો ચેક પણ મરીન સોલ્ટ એસો. દ્વારા આપવામાં આવ્યી હતો સાથે સાથે દિલુભા જાડેજા સહિતની ટીમને મુખ્યમંત્રીએ સન્માનપત્ર અર્પણ કર્યું હતું.

