માળિયા પોલીસે અપહરણ કરાયેલ બાળકને ઇન્દોરથી શોધી કાઢ્યો



માળિયા પંથકમાં અપહરણનો ગુન્હો નોંધાયો હોય જેમાં અપહરણ થયેલ બાળક ઇન્દોર ખાતે હોય જેને શોધી કાઢી પિતાને સોપવા તજવીજ હાથ ધરી છે
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગરની સુચનાથી જીલ્લા એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં ગુમ થયેલ બાળકો શોધવા સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હોય જેમાં માળિયા પંથકમાં ગત વર્ષે નોંધાયેલ અપહરણ કરાયેલ બાળક ઇન્દોર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમના પરાક્રમસિંહ ઝાલા અને લાલભા ચૌહાણની ટીમ ઇન્દોર ખાતેથી અપહરણ થયેલ બાળકને શોધી કાઢી તેના પિતા જગદીશભાઈ રૂપસંગભાઈ મોરેભીલાલા રહે હાલ સુલતાનપુર તા માળિયા વાળાને સોપી આપવામાં આવ્યો છે