Billboard ad 1150*250

મોરબીમાં ઈલેક્ટ્રીસીટીનું બિલ ભરવામાં નાગરિકોને અનેક મુશ્કેલી

0 97
Post ad 1

જાગૃત નાગરિકે પત્ર લખી તંત્રને રજૂઆત કરી

મોરબી શહેરમાં ઈલેક્ટ્રીસીટીનું બીલ ભરવા મામલે થતી મુશ્કેલી ને લઈને જાગૃત નાગરિકે તંત્રને પત્ર લખીને રજૂઆત કરી છે. શહેરમાં નેહરુગેટ પાછળ શાકમાર્કેટ પાસે બીલ  કનેક્શન સેન્ટરમાં ગ્રાહક ઘર વપરાશનું બિલ ભરણુ કરવાને બદલે ત્યાં કેશિયર રાઉન્ડ ફિગર મા જ બિલ પેમેન્ટ સ્વીકારે છે.

Post ad 3

આ પ્રકારની તેમની પદ્ધતિ ગ્રાહક ને આગળ પાછળ બિલની રકમ જમા ઉધાર રાખવા મજબૂર કરે છે. અને એક રીતે જોઈએ તો આ ગ્રાહક સુવિધા અને સરકારી મુન્દ્રાની અવગણના દર્શાવે છે. જે ભારતીય બંધારણની દ્રષ્ટિએ અયોગ્ય અને અનાદર કહેવાય. જેથી આ સમગ્ર મામલે પેમેન્ટ પદ્ધતિ યોગ્ય કરવા એક જાગૃત નાગરિક જીતુભાઇ ઠક્કરે પત્ર લખી રજૂઆત કરી છે.

તો ટ્રાફિક સમસ્યા હાલ કરવા મામલે મોરબી એ ડિવિઝનના પીઆઈ ચૌધરીને જણાવ્યું છે કે,  હાલ મોરબીમાં સવારે ૮ થી ૧૨ અને સાંજે ૫ થી ૦૮ : ૩૦ વાગ્યાં સુધી ટ્રાફિક ની સમસ્યા ઉભી થાય છે. ખાસ કરીને વન વે નો સાચો  અને કડક અમલ ન થતો હોવાથી સમસ્યા ઉભી થાય છે.  તેમજ દુકાનદારોનો માલસામાન દુકાનની બહાર હોવાના કારણે તેમજ વાહન અવ્યવસ્થિત પાર્ક કરેલ હોવાના કારણે સમસ્યાઓ ઊભી થાય છે. આ બધું વ્યવસ્થિત કરવા અને ટ્રાફિક સમસ્યા હલ કરવા અત્યંત જરૂરી છે. જેથી ખરીદી કરવા નીકળેલા નાગરિકોને ટ્રાફિક ન નડે અને ટ્રાફિકનો પ્રશ્ન હલ થઇ સકે  

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat