


મોરબી બાયપાસ નજીક આવેલ ખ્યાતનામ મંદિર શક્તિમાતાના મંદિરમા ગુરૂવારે મોડીરાત્રે ત્રણ થી ચાર જેટલા અજાણ્યા શખ્સો મંદીરમાં વંડી ટપી ને ઘુસ્યા હતા અને મંદિરના માં સુતેલા પૂજારી નલીનગીરી ગુલાબગીરીને મંદિરની પાછળની તરફ લઇ જઈ મંદિરની ચાવી આપવાનું કહ્યું હતું . પૂજારીએ ચાવી ના આપતા આ અજાણ્યા શખ્સો લાકડાના ધોકા લઇ મહંત માર માર્યો હતો. બાદમાં આ અજાણ્યા શખ્સો ભાગી ગયા હતા. જેથી પુજારીને ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરુ કરી છે